શ્રીનગરમાં આતંકીઓએ CRPF પિકેટને ટાર્ગેટ કરીને ગ્રેનેડ ફેંક્યો, પરંતુ...

શ્રીનગર (Srinagar) ના ડાઉનટાઉન વિસ્તારના કાવડામાં આતંકીઓએ આજે બપોરે લગભગ 12 વાગે એક ગ્રેનેડ (Grenade Attack) હુમલો કર્યો. આ ગ્રેનેડ વિસ્તારમાં આવેલા સીઆરપીએફ પિકેટથી થોડા અંતરે જ ફાટ્યો. પોલીસના જણાવ્યાં મુજબ એક બાઈક પર સવાર થઈને આવેલા બે આતંકીઓએ કાવડરામાં આવેલા સીઆરપીએફ (CRPF) પિકેટને નિશાન બનાવવાની કોશિશ કરી. પરંતુ નિશાન ચૂકી ગયા અને ગ્રેનેડ પિકેટથી થોડા અંતરે ફાટ્યો. જેમાં એક સ્થાનિક નાગરિક ઘાયલ થયો. તેને તરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હાલ તેની સ્થિતિ સ્થિર છે.
શ્રીનગર: શ્રીનગર (Srinagar) ના ડાઉનટાઉન વિસ્તારના કાવડામાં આતંકીઓએ આજે બપોરે લગભગ 12 વાગે એક ગ્રેનેડ (Grenade Attack) હુમલો કર્યો. આ ગ્રેનેડ વિસ્તારમાં આવેલા સીઆરપીએફ પિકેટથી થોડા અંતરે જ ફાટ્યો. પોલીસના જણાવ્યાં મુજબ એક બાઈક પર સવાર થઈને આવેલા બે આતંકીઓએ કાવડરામાં આવેલા સીઆરપીએફ (CRPF) પિકેટને નિશાન બનાવવાની કોશિશ કરી. પરંતુ નિશાન ચૂકી ગયા અને ગ્રેનેડ પિકેટથી થોડા અંતરે ફાટ્યો. જેમાં એક સ્થાનિક નાગરિક ઘાયલ થયો. તેને તરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હાલ તેની સ્થિતિ સ્થિર છે.
નનકાના સાહિબ પર હુમલો: ભારતમાં શીખ સમુદાય કાળઝાળ, સિરસાએ કહ્યું-'નામ કોઈ બદલી શકે નહીં'
એક પ્રત્યક્ષદર્શી મોહમ્મદ ઈસાકે જણાવ્યું કે મેં મારી કાર ક્લિનિકની બહાર રાખી હતી. એટલામાં ધડાકો થયો. હું બહાર નીકળ્યો અને જોયું તો મારી ગાડી ક્ષતિગ્રસ્ત હતી. ઘટના બાદ તરત સીઆરપીએફ અને પોલીસે વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન ચલાવ્યું પરંતુ આતંકીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યાં. આ વિસ્તારના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પર નાકેબંધી કરીને વાહનોની તલાશી લેવામાં આવી રહી છે.
કોટામાં 34 દિવસમાં 107 અને બુંદીમાં પણ એક જ મહિનામાં 10 માસૂમ ભૂલકાઓએ જીવ ગુમાવ્યાં
આ હુમલાથી સંકેત મળે છે કે આતંકીઓ શહેરમાં પોતાની હાજરી જણાવવા માંગે છે. હકીકતમાં સુરક્ષાદળોની સતર્કતાના કારણે આતંકીઓ માટે કોઈ પણ ગતિવિધિને અંજામ આપવો મુશ્કેલ બની ગયું છે. શ્રીનગરમાં આ હુમલો લગભગ એક મહિના બાદ થયો છે. આ અગાઉ આતંકીઓએ શ્રીનગરના હરીસિંહ હાઈ સ્ટ્રીટમાં ગ્રેનેડ ફેંક્યો હતો. જેમાં 22 જેટલા સ્થાનિક નાગરિકો ઘાયલ થયા હતાં.
આ VIDEO પણ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....